સમાજસેવાનો પ્રેરણાદાયી પ્રસંગ: પીપરોળ વિશાળ રાહત કિટ કાર્યક્રમ

Jan 8, 2026

“માનવ સેવા એ જ પ્રભુ સેવા” ના પવિત્ર સંદેશને સાર્થક કરતા, શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ (સલવાવ) તથા મહાવીર ઈન્ટરનેશનલ ચેરીટેબલ ટ્રસ્ટ (સુરત) દ્વારા પીપરોળ ગામે જરૂરિયાતમંદ પરિવારો માટે સેવાયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું.

તા. ૪ જાન્યુઆરી ૨૦૨૬, રવિવારના રોજ ધરમપુર તાલુકાના આદિવાસી વિસ્તારમાં ગરીબ પરિવારોને શિયાળાની કડાકા સામે રાહતરૂપે ધાબળા, સાડી, ચાદર, ટુવાલ, તેલ, ચપ્પલ તેમજ બાળકો માટે રમત-ગમતના સાધનો અને અભ્યાસ માટે નોટબુક, પેન-પેન્સિલ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓની કીટ અર્પણ કરવામાં આવી.

આ સેવા કાર્યમાં પ.પૂ. પુરાણી સ્વામી કપિલજીવનદાસજી (સલવાવ), પૂ. વિજ્ઞાન સ્વામી, પૂ. રામ સ્વામી, સી.એ. વીર દિનેશ જૈન (ચેરમેન, મહાવીર ઈન્ટરનેશનલ), સેક્રેટરી નરેશભાઈ લલવાની તથા અન્ય ટ્રસ્ટીગણોની પ્રેરક ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવસભર બનાવ્યો.


કાર્યક્રમના અંતે સૌએ સમૂહમાં મહાપ્રસાદનો લાભ લઈ સેવાભાવને વધુ મજબૂત કર્યો.

આ ભગીરથ સેવા કાર્ય બદલ બંને સંસ્થાઓ સમાજમાં માનવતા, કરુણા અને સહાનુભૂતિનો દીપ પ્રજ્વલિત કરવા બદલ અંતઃપૂર્વક અભિનંદન અને આભાર.
જય સ્વામિનારાયણ 🙏